Wednesday, April 23, 2025

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વઢવાણ મહાનગરપાલિકા નામ આપવા આંદોલન !

Advertisement
Advertisement
Advertisement

સૌરાષ્ટ્ર નો સૌથી જુનો ભુ-ભાગ વઢવાણ નગર છે ત્યારે આ નગરનો ઇતિહાસ ૨૫૦૦ વર્ષ વધુ જુનો છે ઇતિહાસ નાં ચોપડે અસથી ગ્રામ મણિપુર, વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે ત્યારે મહાવીર સ્વામી પગલાં કારણે જૈન સમાજ નું આસ્થાનું કેન્દ્ર છે, વઢવાણ નાં રાજવી સુરેન્દ્રસિંહજી નામ પરથી આઝાદી બાદ કેમ્પ સ્ટેશન ( કાપ ) ને સુરેન્દ્રનગર નામ અપાયું હતું હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહા નગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા નું બોડ લાગતાં વઢવાણ નામ નું અસ્તિવ જોખમાયું છે ત્યારે વતન પ્રેમી ઓ રાજુદાન ગઢવી, સતિષભાઈ ગમારા અશોકભાઈ રામી, દશરથસિંહ અસ્વાર, પરેશભાઈ પરીખ વગેરે ઓ વઢવાણ શહેર નાં દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગુતિ કરયા છે જેમાં વઢવાણના રાજવી, પુર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, પુર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ભગવાનભાઈ પરમાર, ભવાનીસિંહ મોરી વજુભા રાઠોડ, કિરણભાઈ મહેતા, , દોલુભા ડોડીયા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો સહયોગ જાહેર કર્યો છે આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા નાં પુર્વ સદસ્યો આમંત્રિત કરાયાં છે આ માટે વઢવાણ અસ્મિતા મંચ- અને બિન રાજકીય સંગઠનો દ્વારા તારિખ- ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવાર નાં રોજ સાંજે ૫ કલાકે વઢવાણ લાલજી માહારાજ જગ્યા દાજીપરા વઢવાણ ખાતે બેઠક નું આયોજન કરાયું છે આ બેઠક માં વઢવાણ નાં વારસા ને અસ્તિવ માટે નું માર્ગદર્શન મળશે, જયારે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ્ માટે રણનિતી બનવાશે આ ઉપરાંત જરુર પડે આંદોલન ની ચર્ચા વિચારણા કરવામાં આવશે,

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW