(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: નેસડા(ખા) ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થાય છે. આ મંડળ દ્વારા એક દિવસ એવો રાખવામાં આવે છે કે તે દિવસમાં એકઠી થયેલી તમામ રકમ શહીદ પરિવારને આપવામાં આવે છે. મંડળ દ્વારા વગાડેલ ઢોલ-ત્રાસાની એક દિવસની રકમ આ વર્ષે 1 લાખ રૂપિયા થયેલી હતી.
જે રકમ સુરેન્દ્રનગરના જિલ્લાના લીલાપુર ગામના વીર શહીદ કુલદીપ પટેલના પરિવારને અર્પણ કરી હતી. ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળે આ ઉમદા કામગીરી થકી ગામના ગૌરવમાં એક પીછું વધુ ઉમેરી માનવતા મહેકાવી છે. સમસ્ત નેસડા(ખા) ગામ ઉમિયા ગૌ સેવા મંડળને શુભેચ્છાઓ પાઠવે છે.