દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર સાવ જર્જરીત હાલતમાં હોય ત્યાં છત પરથી પોપડા પડયા છે જેથી કરીને કર્મચારીઓ બહાર બેસીને પોતાની સેવા બજાવવામાં સાવ મજબુર થય ગયેલ છે સુરજકરાડી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વર્ષોથી નવી ઇમારતો ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હમણાં ખુબ પડેલ વરસાદના કારણે આ ઇમારતની છત પરથી પોપડા ખરવામા આવેલ છે અને ગંભીર અકસ્માત થાય તો આનો જવાબદા અધિકારી કોણ? તો આ અંગેની તાત્કાલિક અસરથી લાગતા વળગતા નીંભર-નફટ-અધિકારીઓ દ્વારા ગંભીર અકસ્માત થાય તે પહેલાં કોઈ કાર્યવાહી કરવી જોઈએ.