(મેહુલ સોની દ્વારા) સુપ્રસિદ્ધ કવિ-પત્રકાર અને જીંદાદીલ જનાબ ખલીલ ધનતેજવી સાહેબે આજે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. તેઓ સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે. જનાબ ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી રાજ્યની કેટલીય પેઢીને કંઠસ્થ છે. આજે તેમના અવસાનના પગલે સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.
મૂળ વડોદરાના ધનતેજ ગામના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ સાહેબ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાતી શબ્દોના અમિતાભ ખલીલ સાહેબને શબ્દઅંજલી.