સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ ની ‘પુસ્તક વાંચક સ્પર્ધા’ યોજાઈ
સમગ્ર શિક્ષા કચેરી, મોરબી પ્રેરિત ‘વાંચન અધ્યયન ઉત્સવ’ અંતર્ગત સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ ની ‘પુસ્તક વાચક સ્પર્ધા’ તારીખ ૧૯/૦૨/૨૦૨૨ શનિવાર ના રોજ લખધીરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં તાલુકા શાળા નંબર 1ની શાળાઓના શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮ માં પસંદગી પામેલ કુલ ૨૪ વિદ્યાર્થીઓએ અને ધોરણ 9 ના એક વિદ્યાર્થી અને ધોરણ 11 ના એક વિદ્યાર્થી એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ‘પુસ્તક વાચક સ્પર્ધા’ માં તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે ધોરણ ૬ માંથી તાલુકા શાળા નંબર – ૨ ની વિદ્યાર્થિની કાજી મુસ્કાન રસીદભાઈ ધોરણ ૭માંથી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળાના વિદ્યાર્થી સુંદરીયા શુભમ પ્રકાશભાઈ, ધોરણ ૮ માંથી લખધીરવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ધરા તુષાર તરુણભાઈ ની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર કાંતિલાલ માનસેતા, સંજયભાઈ બાપોદરિયા અને જલ્પેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને વાંચન નું મહત્વ અને બાળકો ને આગળ ની કક્ષાએ ખૂબ જ ઉપયોગી બને એવું સરસ માર્ગદર્શન આપ્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સી.આર.સી. કો-ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાએ અભિનંદન પાઠવી ફૂલસ્કેપ ચોપડો અને બોલપેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર બધા વિદ્યાર્થીઓને સી.આર.સી.કો- ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. લખધીરવાસ શાળા પરિવાર તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તિકા અને બોલપેન ભેટ આપવામાં આવી હતી. સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા લખધીરવાસ પ્રાથમિક શાળાના સ્ટાફ ગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
