સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા તારીખ – ૦૧/૦૮/૨૦૨૪ના રોજ સીવીલ હોસ્પીટલ અધીક્ષક ડૉ. દૂધરેજીયા સાહેબને રુબરુ મળીને આવેદન આપવામાં આવ્યું. સીલીકોસીસ પીડીતોએ સીવીલમાં પીડીતોને યોગ્ય સારવાર આપવા બાબતે અને સીલીકોસીસ નિદાન અંગે આવતી સમસ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી.
હાલ મોરબી જીલ્લામાં ૫૫થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે જે આર્થીક રીતે ખુબ દયનીય પરીસ્થિતીમાં જીવી રહ્યા છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે એવી સ્થિતીમાં નથી અને રાજકોટ સીવીલ જવાના ભાડાના ખર્ચો પણ સહન કરી શકે એમ નથી. આવી પરીસ્થીતીમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં કાયમી ફેફ્સાના નીષ્ણાત ન હોવાથી સીલીકોસીસ પીડીતો મુશ્કેલીમા મુકાય છે.
તા. ૩૦/૦૫/૨૦૨૪ના રોજ પીડીત સંઘે કરેલ અરજીને ધ્યાનમાં લઇ ડૉ. દૂધરેજીયા સાહેબ દ્વારા મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે સીલીકોસીસ સર્ટીફીકેટ કાઢી આપવાની તથા સીલીકોસીસ દર્દીને વીના મુલ્યે સારવાર મળે તેવી સુવિધા કરી આપેલ છે. પરંતુ સંઘની અપેક્ષા છે કે હવે જ્યારે મોરબી જીલ્લો બન્યો છે ત્યારે જીલ્લા સ્તરની સીવીલ હોસ્પીટલમાં હવે આટલા વર્ષે સીટી સ્કેન મશીનની સુવીધા દર્દીઓને મળવી જોઇએ. પીડીતોને હાલ એક્સ-રેની હાર્ડ કોપી આપવામાં આવતી નથી તે આપવાની સંઘે માગણી કરી. સીલીકોસીસ પીડીતોને મળતી મ્રુત્યુ સહાય યોજનામાં શ્રમ અધીકારી પીડીત પાસે હેલ્થ કાર્ડ માંગતા હોય પણ હાલ સીવીલ હોસ્પીટલમાં તે કાઢી આપવાની સગવડ ન હોવાને કારણે દાવેદારો મુશ્કેલીમાં મુકાય છે અને કેટલાકને દાવા નકારવામાં આવે છે તેથી આવું કાર્ડ કાઢી આપવાની પણ માગણી છે. ડૉ. દૂધરેજીયા સાહેબ આ માગણીઓ પર ગંભીરતા પુર્વક ધ્યાન આપશે એવો વીશ્વાસ છે.
ડૉ. દૂધરેજીયા સાહેબે પીડીત સંઘના પ્રતિનિધિઓને દર મહીને ૧ થી ૫ તારીખમાં રુબરુ મળવા અને પોતાની સમસ્યા જણાવવા અને ઉકેલની ચર્ચા કરવા આમંત્રણ આપેલ છે. સીલીકોસીસ પીડીત સંઘએ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. સંઘના નવા પ્રમુખે પોતાને હસ્તે સીલીકોસીસ પીડીતોના જીવન પર આધારીત પુસ્તક “ આપ ક્યું રોએ?” ભેટ આપ્યું.