Friday, April 11, 2025

સિરામિક એસો.ના પ્રમુખે કહ્યું ‘ઉડતા મોરબી’, યુવાનોને કહી મોટી વાત…!!

Advertisement
Advertisement
Advertisement

ઉડતા મોરબી…આ શબ્દ થોડોક ભયાનક લાગશે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિની ચર્ચા કરવી જરૂરી છે, ત્યારે આજે આપણે મોરબીના યુવાનો ના પ્લસ તેમજ માઇનસ પોઇન્ટ અને આદતો અને તેના સાથે ચાલતુ એક વિષચક્ર વિષે પ્રકાશ પાથરીશું: મોરબી સિરામીક એશોસીએસન પ્રમુખ નિલેશ જેતપરિયા

ઉદ્યોગ અને તેનો વિકાસ..

મોરબીનો સીરામીક ઉદ્યોગ તેમજ પેપરમીલ, લેમીનટસ, ઘડિયાળ અને પોલીપેકના ઉદ્યોગમાં છેલ્લા બે દાયકાથી વિકાસ શરુ થયો જેમાં સીરામીક ક્ષેત્રે વિશ્વનું બીજા નંબરનું ક્લસ્ટર બન્યું સાથો સાથ ભારતના ઉત્પાદનમાં ઘડિયાળ, પેપર, લેમિનેટ્સ અને પોલીપેક ઉદ્યોગ પણ નંબર 1 બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું ત્યારે આના માટે મહેનતુ વડીલો અને એજ્યુકેટેડ યુવા ઉદ્યોગકારો નો મહત્વનો સિંહ ફાળો રહ્યો છે. વિકાસની સાથે થોડીક કુટેવો આવે તે સ્વાભાવિક છે. અને જો ધર્મની સાથેના સંકળાય તો આ ખરાબી આવવાના ચાન્સ વધી જતા હોય છે. અને આ મોરબીમાં પણ થોડા ઘણા અંશે બન્યુ છે .

પરિવાર અને તેમાં આગામી સમયમાં ધ્યાન રાખવા જેવા મહત્વના મુદ્દાઓ…..

ઉદ્યોગના વિકાસ સાથે આર્થિક સારી એવી આવકના સ્ત્રોત ઉભા થતા યુવા ઉદ્યોગકારો વૈશ્વિક બન્યા અને પરિણામ સ્વરૂપે તેમની જરૂરિયાત કરતા વધુ આવક તેમજ તેની સાથે રોકડના ધંધા એ લાખો કરોડો રૂપિયાના ટર્નઓવરમાં વધુ પૈસા હાથ ઉપર આવતા પરિવારમાં પૈસાની અછત તેમજ જરૂર કરતા વધુ ખર્ચ અને સામાજિક દેખાદેખીનું વિકરાળ સ્વરૂપ પરિવારમાં જોવા મળ્યું. અને સમયાંતરે બહેનોને ખર્ચમાં આઝાદી મળી જેમાં વિદેશ પ્રવાસ, સોનાની ખરીદી, મોંઘા, બાઈક, મોંઘા બ્રાન્ડેડ કપડાં, ઘેર કામવારી, કસરત વગરનું જીવન, અને પૈસાથી જ પરિવારને ખુશ કરી શકાય તેવો ખોટો ભ્રમ ઉભો થાય તે સ્વાભાવિક છે. ત્યારે પરિવાર ફક્ત પૈસાથીના ટકે તેના માટે સંસ્કાર , સારા વિચારો, બાળકો માટે સમય, અને વાર તહેવારે પરિવાર સાથે કિંમતી સમય આપવો વગેરે બાબતોમાં થોડોક કાપ આવતો દેખાતો થયો ત્યારે યુવા વર્ગ માટે પરિવાર ની જવાબદારી અને વડીલો ની બાળકો પ્રત્યેની સભાનતા બહુજ મહત્વનો ભાગ છે તે સમજવું બહુજ જરૂરી છે ત્યારે આવનાર સમયમાં આપણે જુદા જુદા વ્યક્તિઓના રોલ વિષે પ્રકાશ પાથરીએ …

યુવાનો અને તેમની આવડત અને કુટેવો…

વર્તમાન સ્થિતિમાં યુવાનો વૈશ્વિક બનીને અદ્યતન ટેક્નોલોજી સાથે વિશ્વના બીજા નંબરનું સીરામીકનું હબ બનાવવામાં વડીલો તેમજ યુવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને તેના માટે યુવાનોને અભિનંદન આપવા તો ઘટે જ, ત્યારે તેમની આવડત સાથે આવકમાં સતત વધારો અને તેના કારણે તેમને મળેલ આઝાદી એ વિકાશ તો કર્યો પરંતુ અમુક કુટેવો પણ ઘર કરી ગઇ તે પણ કડવી વાસ્તવિકતા છે. ભલે આ ટકાવારીમાં કદાચ નહિવત હશે પરંતુ આ વિશે ચર્ચા વિચારણા અને તેમાં પ્રકાશ પાથરવો જરૂરી છે .
અને આ કુટેવોમાં મુખ્યત્વે શરાબ, નાના અંશે ડ્રગ્સ, સટ્ટો રમવાની કુટેવો, મહિલાઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવવાનું વગેરે કુટેવો આવી અને એમાં ક્યાંય ને ક્યાંય એક ટાર્ગેટ સાથે આવા યુવાનોને સોફ્ટ ટાર્ગેટ કરીને ક્યાંય ને ક્યાંય ફસાવી ને તેને આવા રસ્તાએ લઇ જવા માટે મોટી એક ગેંગ કાર્યરત છે. અને તે આવા યુવાનો ને ટાર્ગેટ કરીને તેમને તેમની તાકાત મુજબ ફસાવી અને ખંખેરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને તેમાં ઘણા બધા ફસાયા પણ છે . અને તેમાં ખાસ કરીને તેમને સટ્ટો રમાડવો અને ત્યારબાદ પૈસા ખંખેરવા અને તે પૂરું થાય એટલે તેને ઉંચા વ્યાજે પૈસા આપવા અને પછી દાદાગીરી કરીને તેની મિલકત પડાવવી અને કા તો તેને જિંદગી ટૂંકાવવા સિવાય રસ્તો જ ના રહે ત્યાં સુધી પ્રેસર આપવું અને આ બધું પાછું પ્લાનિંગ સાથે થયી રહ્યું છે. અને આ દરમ્યાન તે કા તો માનસિક રીતે આ બધુ સહન કરવા કોઈપણ એક લત ના રવાડે પણ ચડી જાય છે. ત્યારે આ બધી બાબતોમાં યુવાનો એ બહુજ સાવચેતી રાખવી જરૂરી છે. અને દારૂ અને ડ્રગ ક્યાંય ને ક્યાંય બીજા વ્યસન માટે જતા હોય તે દુકાને પણ આજુબાજુમાં મળી જતા હોય છે અને એસપી રોડ અને બીજે ખુલ્લે આમ આવા લોકો પણ જોવા મળતા હોય છે ત્યારે આ બધી કુટેવો થી યુવાનો એ છૂટવું પડશે બાકી તો તેમની સાથે તેમનો પરિવાર પણ ડૂબશે અને બધાજ મુસીબત ના પર્વત નીચે આવી જશે

બહેનો અને માતાની જવાબદારી…

ખાસ કરીને આવી ખોટી આદતનો શિકાર જયારે યુવાન બને ત્યારે તેમાં તેના મિત્ર અને તેમના પત્ની ને સૌ પ્રથમ ખબર પડી જતી હોય છે ત્યારે તેમને તેમના પતિના મિત્ર સર્કલ માં કોણ છે , ઘેર સમયસર આવે , આવે ત્યારે તેમને કોઈ વ્યસન નથી કરેલ તે ચેક કરે , જો ક્યારેય એવું લાગે કે કઈ ગરબડ છે તો ડર્યા વગર તમારા અને તમારા પરિવાર ના ભવિષ્ય માટે તેના માતા ને જાણ કરો અને માતા તેમનો માતૃ પ્રેમ મૂકી ને કાંન આમળીને કહે કે ખબરદાર જો હવે ક્યારેય આ રીતે આવ્યો છો તો, ત્યારે ૧૦૦% તે શરૂઆતના દિવસોમા પાછા વળી જશે બાકી એક વાર જો આદત લાગી ગયી તો તમારી અને તેની બંને ની આખી જિંદગી બગડી જશે અને પરિવાર પણ આર્થિક રીતે ખતમ થયી જશે . ત્યારે આવી વસ્તુ છુપાવવા યુવાનો પણ પોતાની પત્ની ઓ ને બધાજ ખર્ચ કરવા પૈસા આપી દેતા હોય છે ત્યારે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ના બદલે બહેનોએ આવી કોઈ પણ પૃવૃત્તિ કરતા હોય તેમના પતિદેવ તો તેનો વિરોધ કરવો જોઈએ જે તેના અને તેના પરિવાર માટે મહત્વનું છે.

પિતાની જવાબદારી…

પોતાનું સંતાન પૈસા ગમે તેટલા કમાય તો પણ તેનામાં કુટેવના આવે તે જોવાની જવાબદારી પિતાની છે. ઘેર સમયસર આવે, આવે પછી તે પરિવાર સાથે બેસે, તેનું મિત્ર સર્કલ કેવું છે તે જોવે, તે કોઈના શિકારનો ભોગના બને તે જોતા રહે, સમયસર તેમના મિત્રોની પણ તપાસ કરે, અને તે ગમે તેટલા કમાતો હોય તો પણ તેને પરિવારના રૂલ્સનું પાલન કરે અને આડા રસ્તેના જાય તેનું ધ્યાન રાખે, તેમના ખર્ચ અને આવકનું પણ ધ્યાન રાખે અને છેલ્લે તેને મિત્ર તરીકે તેને કઈ પણ તકલીફ આવે તો તે ખુલ્લા મને બાપને કહી શકે તેટલી આત્મીયતા કેળવે અને જો ભૂલ થી પણ કઈ ભૂખ થયી હોય તો કાયદાકીય સહારો લઇ ને તેને એ રીતે તેમાંથી બહાર લાવે જેથી કરીને તેનું સંતાન અને તેનો પરિવાર શાંતિથી રહી શકે અને તે માટે જરૂર પડે ત્યારે લાલ આંખ પણ કરવાની માનસિકતા રાખે, અને ખાસ કરીને ફક્ત પૈસા સારા કમાઈ ને લાવે છે એટલે તેને જેમ કરવું હોય તેમ છૂટ આ માનસિકતા માંથી બહાર લાવવવાની જવાબદારી પિતા ની હોય છે અને પોતાના સંતાનની દરેક ગતિવિધિનું જ્ઞાન રાખે તેની સિક્યુરિટી નથી કરવાની પરંતુ તે શુ કરે છે, ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, અને ખાસ કરીને ઘેર પણ ધંધા ઉપરથી સમયસર આવે તે તમામ જવાબદારી પિતાની હોય છે ત્યારે વડીલોને પણ આ બાબતે સાવચેત થવું બહુજ જરૂરી છે.

• આગેવાનો અને તંત્રની જવાબદારી…

સમાજના આગેવાનો અને વડીલો ને જયારે પણ કોઈ બાળક વિષે સમાચાર મળે તો તેની તાપસ કરી ને તમને પરિવાર સુધી આ મેસેજ પહોંચાડવો જરૂરી છે અને ખાસ કરીને આવી કોઈ પણ પ્રવુતિ ધ્યાન માં આવે તો સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ તંત્રને પણ જાણ કરીને આવી બધીજ પ્રવુતિ બંધ થાય તે માટે રાજકીય આગેવાનો, પોલીસ, અને કલેકટર સુધી જાણ કરીને આવી પ્રવુતિ બંધ કરાવવી જરૂરી છે. નહીંતર આજે કદાચ તે બીજાનું બાળક હશે પરંતુ આ સડો આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે, ત્યારે અંતમાં આવા જે પણ જગ્યા હોય ત્યાં પોલીસ તંત્ર પણ આવી પ્રવુતિને બંધ કરવા કડક પગલાં ભરે અને ડ્રગ્સ, દારૂ, સટ્ટો, હનીટ્રેપ, અને ઊંચા વ્યાજવાળા લોકો ઉપર કડક પગલાં ભરી મોરબીને ઉડતા મોરબી બનતા અટકાવે તે જરૂરી છે .

અને હા મોરબીના યુવાનો મા સારા ગુણોની ટકાવારી વધુ છે અને હજુ કુટેવો હોય તેવૂ ટકાવારીમાં બહુ કઈ નથી એટલે જાગ્યા ત્યારથી સવાર આવો સાથે મળીને મોરબીને બીજા શહેરમાં લાગેલ બદીઓથી બચાવીએ અને ભારતના વિકાસમાં મોરબીના યુવાનો ને પણ જોડીએ..

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW