મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૮૩૫૨ ના મુદ્દામાલ સાથે આરોપી રિતેશભાઈ નીતીનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪) રહે. હાઉસીંગ મેઇન રોડ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.