મધ્યપ્રદેશના વતની અને મોરબી મજુરી કરતા પપ્પુ બહાદુરભાઈ ભુરીયા (ઉ.વ.૩૧) નામનો યુવક મોરબી-૨ના સામાકાંઠે ઉમીયાનગર સીરામીક સીટી પાછળ મકાનની છત ભરતી વખતે ઉચાઇ પરથી પડી જતા ઇજા થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમા સારવાર લઇ વધુ સારવારમાં અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.