Tuesday, April 22, 2025

સાંસદ મોહન કુંડારિયાએ 6 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં લોકોને તાત્કાલીક સારવાર માટે સુવિધા મળે તે માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ તેમને મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ જીલ્લામાં કુવાડવા, સરધાર, કોટડા સાંગાણી, પડધરી, તેમજ રાજકોટ શહેરમાં ત્રણ તેમજ મોરબી જીલ્લામાં ટંકારા, વીરપર અને ઘુંટુ માટે કુલ આશરે રૂ.૧,૩૦,૦૦,૦૦૦ દસ એમ્બ્યુલન્સ ખરીદવા ફાળવેલ છે.

આ ઉપરાંત કોરોના મહામારી વચ્ચે ઓકસીજનની તાતી જરૂરીયાત ઉભી થઈ હોય તે ધ્યાને લઈને ઓકસીજન પ્લાન્ટ માટે જે પ્લાન્ટમાં કોઈપણ પ્રકારના લીકવીડ વિગેરેની જરૂરીયાત પડતી નથી તેવા ઓકસીજન પ્લાન્ટ માટે સરકારી હોસ્પીટલો (દવાખાનાઓ) રાજકોટ જીલ્લાના લોધીકા, કોટડા સાંગાણી, કુવાડવા, પડધરી તેમજ મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા એમ કુલ ૬ (છ) ઓકસીજન પ્લાન્ટ માટે રૂ. ૧,૮૦,૦૦,૦૦૦ તેમજ રાજકોટના ગઢકા પી.એચ.સી. સેન્ટર માટે મેડીકલના સાધનોની ખરીદી માટે રૂ.૩,૫૦,૦૦૦ એમ બધા મળી ને કુલ રૂ.૩,૧૩,૫૦,૦૦૦ તે અેને મળતી સાંસદની ગ્રાન્ટ માંથી રકમ ફાળવેલ છે. તેમજ હજુ પણ જરૂરીયાત ઉભી થશે તો વધુ ગ્રાન્ટની તાત્કાલીક ફાળવણી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW