(અહેવાલ: ધવલ ત્રિવેદી)
ટંકારા: રાજકોટ કેન્સર સોયસટીના સહયોગથી લેઉવા પાટીદાર મહિલા સમિતિ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાની ૯ થી ૪૨ વર્ષની ઉંમરની દીકરીઓ તથા સ્ત્રીઓ માટે આજે રાહત દરે એચ.પી.વી રશી આપવામાં આવી હતી.

જેમાં સ્ત્રીઓ અને દીકરીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે. તેમજ સાથે સાથે વૃક્ષનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં 9 થી 14 વર્ષ સુધીની દીકરીઓને બે ડોઝ અને 15 થી 42 વર્ષ સુધીની ઉંમરની દીકરીઓ તથા સ્ત્રીઓ ને ત્રણ ડોઝ આપવામાં આવશે. જેમાં આજરોજ પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

વધતી બીમારીઓ અને સમસ્યાઓને ગંભીરતાપુર્વક લઈ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના યુવાનો ભવિષ્યની ચિંતા કરી આ કેમ્પનું આયોજન કરેલ છે. જે બધા ટંકારા તાલુકાના નાગરિકો માટે રાહતના સમાચાર કહી શકાય. ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના જુદા જુદા કેમ્પનું આયોજન થતું રહેશે અને સમાજને સદભાગી બનતા રહેશે. તેમ યાદીમાં જણાવાયું હતું.