Friday, April 4, 2025

સરંભડા ગામે આવેલ મોગલમાંના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement
Advertisement

માતાજીના “તરવેડા” પ્રસંગે ડાકલા નો કાર્યક્રમ યોજાયો: મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

(અહેવાલ સુરેશ સોનાગરા હળવદ): હળવદ તાલુકાના સરંભડા ગામે આવેલ મોગલ માંના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે માતાજીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. સરંભડા ગામે લાલાભાઈ દોરાલા દ્વારા ગામમાં આવેલ મોગલ માના મંદિરે “તરવેડો” આપવાનાં પ્રસંગે ડાકલાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં માથકથી રાજુભાઈ રાવળ અને તેમની ટીમ એ ડાકલા ની રમઝટ બોલાવી હતી સાથે સાથે આ પ્રસંગે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનોએ પ્રસાદ લીધી હતી

આ પ્રસંગે માતાજીના ભુવા અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમજ માતાજીના દર્શને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,જિલ્લા ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલ,હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રજનીભાઈ સંઘાણી,મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય રવજીભાઈ દલવાડી, તાલુકા પંચાયતના સદસ્ય મહિપાલ સિંહ રાણા,રમેશભાઈ ઝિંઝુવાડીયા,હળવદ પાલિકાના સદસ્ય સતિષભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ અનિરૂધ્ધસિંહ ખેર, નયનભાઈ પટેલ,હિતેષભાઇ લોરીયા, દિનેશભાઈ રબારી, કેતનભાઈ કૈલા,હિતેષભાઇ પટેલ,ગોગજી ભાઈ પરમાર, ભરતભાઈ કણઝરીયા સહિતનાઓ પધાર્યા હતા.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW