ઘણા વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે. દુનિયાનાં લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે. જેનો શ્રેય પૂ. મોરારિબાપુને જાય છે. પૂ. મોરારિબાપુએ તેમની સૌ પ્રથમ નવ દિવસીય કથા 1966માં ગુજરાતના ગાંદીલામાં કરી હતી, આ કથા તેમણે પૂજનીય સંત શ્રી રામફરદાસજીની ઉપસ્થિતિમાં કરી હતી. પૂ. મોરારિબાપુનાં વિચારો રામ ચરિત માનસ નામની પવિત્ર નદીમાંથી પસાર થઇ તેમના હિમાલય જેવા પહાડી કંઠમાંથી નીકળતા જે સીધા શ્રોતાઓના હદયમાં જઈને બેસી જાય છે. પૂ. મોરારિબાપુનાં અલૌકિક વિચારો, ચુંબકીય અવાજ, સુરીલા સંગીત પરની પક્કડ, ગુઢ અને ગંભીર રહસ્યોને સમજાવાની એક રમુજી શૈલીએ તેમને એક પ્રખર વક્તા બનાવ્યા છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા : “માનસ સદભાવના” નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન થયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. વૈશ્વિક રામકથામાં કથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે વિવિધ સ્થળેથી વિના મુલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નો લાભ લેવા ઇચ્છતા ભાવિક શ્રોતાઓ માટે બસની વિનામૂલ્યે વિશેષ સુવિધા આયોજકોએ કરી છે. જેટલી જરૂર પડશે એટલા ફેરા નિયત કરેલી બસો કથા સ્થળ અને નિયત થયેલા સ્ટેન્ડ વચ્ચે કરશે. લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વિનામૂલ્યે બસમાં લોકો કથા સ્થળ સુધી આવી શકશે અને ત્યાંથી પરત પણ ફરી શકશે. શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોચશે. બસ વ્યવસ્થા 23 નવેમ્બરે બપોરે 2-30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8-30 વાગ્યાથી રાખવામાં આવી છે. જે લોકો બસના પોઈન્ટ પર ઉભા રહી જશે તેમને બસ કથા સ્થળે એટલે કે રેસકોર્ષ પહોચાડશે. કથા માટે રાજકોટના લોકોનો ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થાપન સમિતિ રચી છે જે સમિતિ ભક્તજનોને કથા સ્થળ પર લઇ જવા તથા પરત પોઈન્ટ પર મૂકી જવાની તમામ વ્યવસ્થા સંભાળશે.
આ બસ વ્યવસ્થા દ્વારા કથા શ્રાવકો કથા શ્રવણ કરવા માટે રાજકોટનાં વિવિધ સ્થળેથી રેસકોર્ષ(અયોધ્યા નગરી) સુધી પહોચી શકશે અને કથા પૂર્ણ થયા બાદ જે – તે સ્થળે કથા શ્રાવકોને પરત પણ લઇ જવાશે. વૈશ્વિક રામકથા માટે બસની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી છે. બસ નંબર 1 : મવડી ઝખરાપીરના મંદિરથી શરુ કરી, મવડીગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 2 : પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર),વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 3 : કોઠારીયાથી શરુ કરી કોઠારિયા ગામ, રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 4 : જીવરાજ પાર્કથી શરુ કરી શાસ્ત્રી નગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષમીનગર ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 5 : માધાપર ચોકડીથી શરુ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક,નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 6 : ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ),ત્રિવેણી મેઈટ (સંતકબીર રોડ), જલગંગા ચોક(સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 7 : રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન (જકંશન), પેટ્રોલ પંપ (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે. વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે.
વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે.