Wednesday, April 30, 2025

સંવેદના દિને આયોજિત સેવા સેતુ અંતર્ગત 1 દિવસમાં 18780 અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા વહિવટી તંત્રની સંવેદના

મોરબી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના” હેઠળ તા. ૨ જી ઓગષ્‍ટના રોજ મોરબી જિલ્‍લાના વિવિધ સ્‍થળો ઉપર સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંવેદના દિવસ નિમિત્તે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અદ્દભૂત કામગીરી કરતાં ૧૦૦ ટકા અરજીઓનો નિકાલ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્રના કર્મયોગીઓએ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવેલ અરજદારોની ૧૮૭૮૦ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ કરી પારદર્શક, ત્વરીત અને ડિજીટલ સુશાસનનો પરિચય આપ્યો હતો.

મોરબી જિલ્‍લામાં સંવેદના દિવસ નિમિત્તે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં ૨૪૧૧, હળવદમાં ૨૫૧૩, માળીયામાં ૨૧૫૬, વાકાંનેરમાં ૨૮૦૪, ટંકારામાં ૭૦૨, હળવદ નગરપાલિકા ૨૫૨૧, મોરબી નગરપાલિકા ૨૧૮૯, વાકાંનેર નગરપાલિકા ૧૫૧૫ તેમજ માળીયા નગરપાલિકા ૧૯૬૯ અંતર્ગત મળેલ કુલ ૧૮૭૮૦ અરજીઓનો એક જ દિવસમાં હકારાત્મક નિકાલ કરી ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,556

TRENDING NOW