મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા શહેર પ્રભારી અને જીલ્લાના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. અને નવા હોદેદારોની વરણી કરીને જવાબદારી સોપવામાં આવી છે
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજ સિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર પ્રભારીની જવાબદારી ભગીરથસિંહ જાડેજાને સોપવામાં આવી છે જયારે રવિરાજસિંહ જાડેજાને મોરબી જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
