શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનો શુભારંભ સમસ્ત આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા તથા ધારાસભ્ય શ્રી જામજોધપુર હેમંતભાઈ ખવાના વરદ હસ્તે કરવામાં આવ્યો
આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ઉદ્ઘાટન સમસ્ત આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી જવહરભાઈ પેથલજીભાઈ ચાવડા તથા ધારાસભ્ય શ્રી જામજોધપુર હેમંતભાઈ ખવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે આહીર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા,આહીર સેના મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા,આહીર સેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા,આહીર સેના ગુજરાત મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ,આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા,આહીર સેના જામનગર જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ ડેર,વાઈસ ચેરમેન મોરબી નાગરીક બેંક આપાભાઈ કુંભરવાડીયા,પૂર્વ ચેરમેન મોરબી જીલ્લા પંચાયત અમુભાઈ હુંબલ,પીઆઈ ભોચિયા સાહેબ,પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા બ્રીજેશભાઈ કુંભરવાડીયા,પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા દેવાભાઈ અવાડીયા,રામભાઈમાં મંદિર પ્રમુખ જશુભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય મુળુભાઇ કુંભરવાડીયા,વઢિયાર આહીર સમાજ પ્રમુખ દિનેશભાઈ ચાવડા,આહીર કેળવણી મંડળ પ્રમુખ કાળુભાઈ ચાવડા,પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા ભાવિકભાઈ જારીયા,અનિલભાઈ વારોતરીયા,ચંદુભાઈ હુંબલ, જેલાભાઈ રાઠોડ,જેઠાભાઈ મિયાત્રા તથા આહીરાણી મહામંડળના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.