શોભેશ્વર સોસાયટીમાંથી વિદેશી દારૂની 9 બોટલ તેમજ 30 પાઉચ ઝડપાઈ.
મોરબીના શોભેશ્વર સોસાયટીમાં દરોડો પાડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 9 બોટલ તેમજ 30 પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર સોસાયટીમાં દરોડો પાડી આરોપી અતુલ દેવીસિંહ જાદવ ઉ.56 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 9 બોટલ કિંમત રૂપિયા 5450 તેમજ 30 પાઉચ કિંમત રૂપિયા 1500 મળી કુલ 6950ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.