મોરબીના શોભેશ્વર રોડ પર ગત તારીખ ૭ ના રોજ જૂના ઝગડાના ખાર ના મનદુઃખમાં ચાર શખ્સોએ આ કામના ફરિયાદીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બાબતે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર ગત તા.7ના રોજ જુના ઝઘડાના મનદુઃખમાં કારમાં આવેલા ચાર શખ્સોએ તલવાર સાથે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપવા પ્રકરણમાં ફરિયાદી અલ્તાફ અબ્દુલભાઇ મોવરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી આરોપી ચેતુભાઈ મુકેશભાઈ કોળી, સદીયો ઉર્ફે ગધો મુકેશભાઈ કોળી, સુરેશ કોળી અને સુનિલ કોળી વિરુદ્ધ દોઢ બે મહિના પહેલા થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ તલવાર, ધોકા અને ધારીયા સાથે ધસી આવી બાઇકમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જાહેર કરતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.