Wednesday, April 23, 2025

શેર બજારમાં રોકાણ કરવાના નામે મોરબીના યુવક સાથે ૫૦ લાખની છેતરપિંડી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર શ્રીકુંજ સોસાયટી પ્લોટ નં -૧૭ શેરી નં -૦૨ માં રહેતા ભરતભાઇ ગોરધનભાઈ પાંચોટીયા (ઉ.વ‌.૪૩) એ આરોપી (૧) 7751065932 (૨)8975344637 (૩) 9235197878 (૪) 9863546713 (૫) 8457844521 (૬) 8456876285 (૭) 917817 9885 ના ધારક તથા (૮) બંધન બેંક એકાઉન્ટ નંબર 20100027 757602 (૯) બંધન બેંક એકાઉન્ટ નંબર 20100028167985 (૧૦) એકસીસ બેંક એકાઉન્ટ નંબર 923020048020873 (૧૧) SBI બેંક એકાઉન્ટ નંબર 43069607063 (૧૨) પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 1403102100000374 (૧૩) SBI બેંક એકાઉન્ટ નંબર 43059453158 ના ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના વાટસએપ નંબર પર આરોપીના વોટસએપ નંબર ૮૪૫૭૮ ૪૪૫૨૧ તથા ૮૪૫૬૮૭૬૨૮૫ પરથી https://ahthadown.asthadownload.com/down /5401YHruYi નામની લીંક મોકલેલ હતી અને આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળેલ. બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી યુવકને શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ મોકલતા બાદ શેરબજારમા રોકાણ કરવા સારૂ “ Astha ‘’ application નવાર શેરબજારમાં રોકાણ કરતો હોવાથી આ એપ્લીકેશનમાં જુદી-જુદી કંપનીના નવા I.P.O. શેર લાગેલ હોવાની વાત કરેલ અને યુવકે રોકાણ કરેલ અને યુવકને લાગેલ I.P.O.ના રૂપીયા પરત લેવા માટે મેસેજ કરેલ તો આ આરોપીઓએ ફરીયાદીનુ એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધેલ બાદ વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધેલ અને ફરીયાદિને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદિના કુલ રૂ ૫૦,૦૦,૦૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW