આજરોજ તારીખ 30.9.2024 ના દિવસે શિવરાજપુર મુકામે છેલ્લા ઘણા સમયથી બંધ પડેલ વોટર સપોર્ટ એક્ટિવિટી ચાલુ કરવા માટે ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક ની આગેવાની હેઠળ એસડીએમ સાહેબ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં પોટૅ ઓફિસર સાહેબ શ્રી, કલેકટર ઓફિસ માંથી તેમજ વિવિધ ખાતામાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે શિવરાજપુર અને બેટ દ્વારકાના આગેવાનો તેમજ તમામ ગ્રામ્ય જનો હાજર રહ્યા હતા. તેમાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટો તથા શિવરાજપુર ખાતે ચાલતી વિવિધ રાઈડસ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય આપવામાં આવતો નથી અને આ વ્યવસાય પાછળ લાખો લોકોની રોજગારી બંધ હોય અને પ્રવાસન ક્ષેત્ર ખતમ થવાના આરે હોય તે બાબતે જો 20 દિવસમાં આ બોટો ચાલુ કરવાની પરમિશન આપવામાં નહીં આવે તો ધારાસભ્ય દ્વારા ઉગ્રહ આંદોલન કરવામાં આવશે તેવી આજે મીટીંગમાં જાહેરાત કરેલ છે. હવે સરકાર શ્રી દ્વારા નિર્ણય આવે તેને રાહ જોવાની રહેશે