Tuesday, April 22, 2025

શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ

Advertisement
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા અને હાલ વાંકાનેર પંચાસર રોડ જ્યોતી વિદ્યાલયની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) એ આરોપી સંજયભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (પતિ), ચેતનભાઇ પરસોત્તમભાઇ વાઘેલા ( દિયર), કાન્તાબેન પરસોત્તમભાઇ વાઘેલા (સાસુ) રહે- દુધરેજગામ વણકરવાસ સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ દિયરએ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણાટોણા મારી અવાર નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW