Wednesday, April 23, 2025

શાબાશ મોરબી જિલ્લા પોલીસ.. અલગ અલગ અગિયાર જગ્યાએથી દેશી દારૂનો ૧૨૦૦/- રૂપિયાનો જંગી જથ્થો ઝડપી પાડતી મોરબી જિલ્લા પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

શાબાશ મોરબી જિલ્લા પોલીસ.. અલગ અલગ અગિયાર જગ્યાએથી દેશી દારૂનો ૧૨૦૦/- રૂપિયાનો જંગી જથ્થો ઝડપી પાડતી મોરબી જિલ્લા પોલીસ.

મોરબી પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ દેશી દારૂ ઝડપી પાડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી દેશી દારૂનો જંગી જથ્થો છેલ્લા 24 કલાકમાં ૧૨૦૦/- રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

જ્યારે આ અંગે વિગતવાર વાત કરીએ તો

પ્રથમ ગુન્હામાં મોરબીના લીલાપર રોડ પર રામાપીરના મંદિર પાસે જાહેરમાં આરોપી મગનભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા ને દેશી દારૂની પ્લાસ્ટિકની 27 નંગ કોથળીઓ કિંમત રૂપિયા ૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

બીજા ગુન્હામાં ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરી માંથી કાજલબેન ભરતભાઇ મકવાણાને કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ-૨૦ દેશીદારૂ લીટર-૫ કીં રૂ.૧૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવતા પકડી પાડવામાં આવ્યા છે

ત્રીજા ગુન્હામાં સેન્ટમેરી સ્કુલ પાસે જાહેરમાં કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૦૦ મીલી ની નંગ-૧૦ દારૂ લીટર-૦૨ કી.રૂ.૪૦/- ના મુદ્દામાલ સાથે હંસાબેન ઉર્ફે સોનલબેન ડો/ઓફ મનસુખભાઇ પોપટભાઇ ભલાણીને ઝડપી પાડવામાં આવ્યા છે.

ચોથા ગુન્હામાં રંગપર ગામની સીમ સીયારામ કારખાના પાસે રોડ ઉપર ૨૦૦ મીલીના માપની કોથળી નંગ-૩૫ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૭ કિ.રૂ.૧૪૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખતા ફીરોજભાઇ અબ્બાસભાઇ માલાણીને ઝડપી પાડવામાં આવ્યા છે…

પાંચમા ગુન્હામાં સારાભાઇ નાગજીભાઇ ચાડમીયા ને રંગપર ગામની સીમમાં લેમન સીરામીક પાસે જાહેરમાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ઝડપી પાડવામાં આવ્યો છે.

છટ્ઠા ગુન્હામાં જાંબુડીયા ગામની સીમ, કોમેન્ટ ડીઝીટલ કરખાના પાસે, જાહેરમાં રાજીપભાઇ ઉર્ફે શની ભગવાનજીભાઇ ચૌહાણને દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૦ દેશીદારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

સાતમા ગુન્હામાં લાલપર ગામ બાપા સીતારામ મઢુલી પાછળ આવેલ બાવળની કાટમા સબીરહુસેન અલીમહમદ પાયરને પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી ૨૦૦ મીલીના માપની પ્લાસ્ટીકની પારદર્શક કોથળી નંગ-૪૦ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૮ કિ.રૂ-૧૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

આઠમા ગુન્હામાં રફાળેશ્વર ગામની સીમમાં ડેલ્ટા સિરામીકની સામે, જાહેરમાં વિજયભાઇ માધાભાઇ સીતાપરાને પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

નવમા ગુન્હામાં માળીયા મીયાણા રાખોડીયા વાઢ જવાના રસ્તે યાસીન હુસેનભાઇ મોવરને કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે

દસમા ગુન્હામાં ધમલપર-૨ ફાટક પાસે ભાવિકાબેન વા/ઓ જાવેદભાઇ કટિયાને દેશી દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ઝડપી પાડવામાં આવ્યા છે.

અગિયારમાં ગુન્હામાં લીલાપર રોડ ઉપર આવેલ નવાગામ જવાના રસ્તે AAJETO TIELS ના કારખાનાની સામેથી આરોપી સંજય નાગજીભાઇ દેગામા (કોળી)ને પ્લાસ્ટીકના બાચકામાં ૨૦૦ મી.લી.ની કોથળીઓ નંગ-૫૫ કેફી પ્રવાહી લી-૧૧ કી.રૂ.૨૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

આમ મોરબી પોલીસે ૧૧ અલગ અલગ જગ્યા એ રેઇડ કરી ૧૨૦૦/- રૂપિયાનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જે ખૂબ ગર્વ થઈ સકે તેવી કામગીરી કહી સકાઈ.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW