વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરતી ઇન્ડીયન લાયન્સ ક્લબ.મોરબી.. ➖➖➖➖➖➖➖
રાષ્ટ્રભાવના સાથે સેવાને વરેલી અને સમગ્ર મોરબી પંથકમાં અગ્રીમ સેવાકીય સંસ્થા ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી ના રોજ “હું ભારત માતા ને ચાહું છું.. ( I Love Bharatmata) કાર્યક્રમ નું આયોજન શહેરના શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું

.આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જે.એસ.ભાડેશિયા સાહેબ ના વરદહસ્તે માં ભારતી નું વિધિવત પૂજન કરી કાર્યક્રમની શરૂઆત થયેલ.આજે જ્યારે વિદેશી સંસ્કૃતિનું આપણાં દેશના યુવાનો ને ધેલું લાગ્યું છે ત્યારે આજના દિવસ એટલે કે વેલેન્ટાઇન દિવસ ને બદલે વાત્સલ્ય દિવસ તરીકે ઉજ્વી ભારતમાતા પ્રત્યે આપણો પ્રેમ,લાગણી,અને સમર્પણ ની અભિવ્યક્તિ વ્યક્ત કરી “ભારતમાતા”નું પૂજન કરી એક નવો રાહ ચીંધેલ આ પ્રસંગે નગરપાલિકા ના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા,સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ શુક્લ,સિંધી સમાજ ના તુલસીભાઈ,ઓમ શાંતિ ગ્રુપ ના શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો, ઇન્ડીયન લાયન્સ ગુજરાત સ્ટેટ ઉપ પ્રમુખ ધીરુભાઈ સુરેલિયા પ્રમુખ ભાવેશભાઈ સેક્રેટરી હર્ષદ ભાઈ. તથા ક્લબ ના સભ્યો વિશાળ સંખ્યામાં હાજર રહેલ..અને બધાએ પૂજન કરી પુષ્પ અર્પણ કરી મોઢા મીઠા કરેલ..કાર્યક્રમ ની શરૂઆતમાં પુલવામા હુમલામાં શહીદ થયેલ વીર જવાનો ને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ તો મોરબી ના સુપ્રસિદ્ધ શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ એ વૈદિક વિધિ થી પૂજન કરાવેલ. તો ક્લબ ના સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવેલ..
