મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બંદી સદંતર નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અંગેના પોલીસ અધિકક્ષક રાધિકા ભારાઇ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતા દરમ્યાન વેણાસર ગામે સામીપરામાં જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ વિપુલભાઇ કાનાભાઇ લોલાડીયા, ગુણવતભાઇ રાસીગભાઇ કુવરીયા, પૂર્વીણભાઇ ગોવિદભાઇ લોલાડીયા, પ્રભુભાઇ ગેલાભાઇ કુવરીયા ઉમેશભાઇ ચંદુભાઇ રાપુસા, રાહુલભાઇ ભુપતભાઇ ઉડેચા (રહે બધાં -વેણાસર સામીપરા તા માળીયા મી) નેં રોકડા રૂપીયા-૧૨૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.