વીજ કંપનીનું બાકી બીલના કારણે કનેક્શન કાપતા વીજ કર્મચારી પર હૂમલો
મોરબી તાલુકાના આમરણ ગામે પગથિયાં વાળી શેરીમાં રહેતા આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક નામના શખ્સે છેલ્લા ત્રણ મહિનાથી વીજબિલની બાકી રકમ રૂપિયા 2790 ભર્યું ન હોય વીજ કર્મચારી ધ્રુવરાજસીંહ ગોવીંદસીંહ ચૌહાણે કચેરીના આદેશ મુજબ આરોપીનું વીજ કનેક્શન કાપી નાખતા આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક, પરેશ વીશાભાઇ દેવીપુજક અને કારાભાઇ વીશાભાઇ દેવીપુજકે ધ્રુવરાજસિંહનો કાંઠલો પકડી ભુંડાબોલી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી ફરજમાં રુકાવટ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.