મોરબી: જૂનાગઢ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં સુરેન્દ્રજી જૈન (અખિલ ભારતીય સંયુક્ત મહામંત્રી), ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલ, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ હરિભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત જવાબદારી સામાજિક સમરસતા સંયોજક રમેશભાઈ સંભુ પ્રસાદ પંડ્યા વિશ્વ હિંદુ પરિષદ જિલ્લા હોદેદારોમાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી, મંત્રી કમલભાઈ અશોકભાઈ દવે, ઉપાધ્યક્ષ પરેશભાઈ છગનલાલ તન્ના, પંકજભાઈ પ્રાગજીભાઈ બોપલીયા, કોષાધ્યક્ષ નવીનભાઈ શિવલાલભાઈ માણેક, સંત સંયોજક નિરંજનદાસજી મહારાજ (ઉમિયા આશ્રમ), ધર્મપ્રચાર સંયોજક કલ્પેશભાઈ હર્ષદરાય ઝાલા, ધર્મ પ્રસાર સહસંયોજક જીગ્નેશભાઈ ગુણવંતરાય દોશી, સમરસતા સંયોજક હસુભાઈ રવિશંકર પંડ્યા, પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિકભાઈ હરીશભાઈ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી હતી.
તથા બજરંગ દળ મોરબીમાં સંયોજક કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ, સહ સંયોજક મહાવીરસિંહ રઘુભા જાડેજા, ગૌરક્ષા સંયોજક ચેતનભાઈ પાટડીયા, સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા, માતૃશક્તિ મોરબી જિલ્લો, સંયોજીકા જ્યોત્સનાબેન સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લો સંયોજીકા ઝંખનાબેન દવે, સેવા પ્રમુખ મોરબી જિલ્લો સંયોજીકા જયશ્રીબેન વાઘેલાની નિમણૂંક કરાઇ હતી.