Wednesday, April 23, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હળવદ પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)

હળવદ: ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. દર વર્ષે ૫ જુનના રોજ ભારત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ હળવદ પોલીસ લાઈન ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબારિયા, જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જીલ્લા યુવા મહામંત્રી તપનભાઇ દવે, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ વાસુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, નગર પાલિકા સદસ્ય ધર્મેશભાઈ જોષી, પીઆઈ દેકાવડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

હાલ જ્યારે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે હળવદ પોલીસ લાઈન ખાતે હળવદના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી લોકોને એક નવો માર્ગ ચીંધી સાથે વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો. તેમજ પ્રક્રુતિનું જતન કરવાનો એક સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW