Thursday, April 24, 2025

‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’ યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાશે

Advertisement
Advertisement
Advertisement

‘વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪’ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ :- રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનો આયોજન

યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે.

ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.

યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરાશે. ‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’નો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં યોજાશે તેમજ નવા સચિવાલય ખાતે ધ્યાનનું વિશેષ ટેકનીકલ સત્ર પણ યોજાશે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો-ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ યોજાશે. જેમા લાખો નાગરીકો સહભાગી બનીને શરીરમાં શાંતિ, સુખ, અને તદુરસ્તી લાવશે. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. મોરબી જિલ્લા કોર્ડીનેટર રૂપલ શાહ – 9979383797

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW