Wednesday, April 23, 2025

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરતા મોરબીના મનોદિવ્યાંગ બાળકો

Advertisement
Advertisement
Advertisement

આજે તા.3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ “દિવ્યાંગ” શબ્દ દ્વારા તેઓની વ્યાખ્યામાં માત્ર શબ્દની નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉપણ રાખે છે.ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે. મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેના વાલીઓ સાથે “સક્ષમ” મોરબી ટિમ સાથે “યુવાઆર્મી” ના સભ્યો દ્રારા આજે શિશુ મંદિર સ્કૂલ – મોરબી શનાળા ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું.

શિશુમંદિર વિદ્યાલયના સંચાલક જયંતીભાઈ રાજકોટિયા, યુવા આર્મીના પીયૂષભાઈ બોપલીયા, મેહુલભાઈ ગાંભવા, દિવ્યાંગ બાળકોના સેવાધારી સત્ય વિજય સરસ્વતીએ કાર્યક્રમનું સંચાલન કરી ઉપસ્થિત દિવ્યાંગ જનો નું સન્માન કરી મીઠાઈ વિતરણ કરેલ હતું. આત્મનિર્ભર ભારત “સક્ષમ” ભારતના ભાગરૂપે મોરબીમાં રહી આત્મનિર્ભર દિવ્યાંગ જનોનું ખાસ સન્માન કરવામાં આવેલ હતું. મનો દિવ્યાંગ જય ઓરિયા,જયરાજસિંહ જાડેજા, વિજય રમેશભાઇ(ચાઈનીઝ પંજાબી),
ચિંતન દીપેશભાઈ, સેરેબ્રલ પાલસી દીકરી રાજલબેન મહેશભાઈ તેમજ ફીઝીકલ દિવ્યાંગો પણ રહેલ
આત્મનિર્ભર, સક્ષમ ભારતના ભાગરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW