વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટીગણ અને જયસુખભાઇ પટેલ ની ચીફ મીનીસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
તા. ૧૨.૦૨. ૨૦૨૨, શનિવાર ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ તરફ થી સાંજે સી. એમ. હાઉસ – ગાંધીનગર ખાતે ” આભાર” વ્યક્ત કરવા માટે સંસ્થા ના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત કરેલ હતી જેમાં ટ્રસ્ટીઓ આર. પી. પટેલ / દીપકભાઈ પટેલ / કાંતિભાઈ પટેલ ( રામ) / વાડીલાલ પટેલ / ડી. એન. ગોલ / રૂપેશભાઈ પટેલ સાથે અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. મા. શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ( મુખ્ય મંત્રી ) તરફ થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફ થી ૧૦૦ એકર લેન્ડ માં રૂ. ૧૦૦૦ કરોડ ના ખર્ચે વિશ્વ નું સૌથી ઊંચું શ્રી ઉમિયા માતાજી નું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે તેમાં પણ યોગ્ય સાથ સહકાર આપવાનું કહેલ છે. આ પ્રસંગે શ્રી જયસુખભાઇ પટેલ તરફથી મા. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સાલ ઓઢાડી ને સન્માન કરેલ હતું.