વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ તા.9 ઓગસ્ટ નાં રોજ મોરબી જીલ્લાનાં ટંકારા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી..
ટંકારા તાલુકામાં રહેલ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પરથી આદિવાસી પ્રેરણા સ્ત્રોત બિરસા મૂંડા તેમજ બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને ડીજેનાં તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આદિવાસી યુવાઓ વડિલો પોતાનાં સામાજિક પરંપરાગત પહેરવેશ તેમજ જય જોહાર જય ભીમ નાં ટીશર્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતાં…
ટંકારા શહેરનાં દરેક મુખ્ય ચોકમાં આદિવાસી નૃત્ય તેમજ તીરબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું…
રેલીનાં સમાપનમાં ડૉ.આંબેડકર ભવન ખાતે સભા તેમજ સમૂહ ભોજન નું આયોજન કર્યું હતું…
આગામી તારીખ 21 ઓગસ્ટ નાં ભારત બંધ એલાનને ટંકારા તાલુકાનાં આદિવાસી દલિત સમાજ દ્વારા સમર્થન તેમજ આહવાન કરવામાં આવ્યું છે…
વિશ્વ આદિવાસી દિવસ નાં મહારેલીનાં આયોજન માં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, કાનજીભાઈ ગોહેલ, નરસિંગ ભાઈ સંગોળ તેમજ માનસિંગભાઈ ગણાવાએ મુખ્ય જહેમત ઉઠાવી હતી…
આ પ્રસંગે બહુજન મિશનરી નાગજીભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, રમેશભાઈ રાઠોડ, હસમુખભાઈ સોલંકી, અશોકભાઈ ચાવડા વગેરે આગેવાનો સહિત આશરે બે હજાર થી વધું આદિવાસી યુવાઓ વડિલો બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં…