વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે સર્પે દંશ મારતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનાયગઢ ગામે રહેતા ભાનુબેન ગોવિંદભાઇ ખમાણી વાડીયે જતા હોય તે દરમિયાન સર્પે દંશ દેતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.