માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને તા. ૦૫.૦૪.૨૦૨૧ ના રોજ રાત્રે છાતીમાં દુખાવો થતા યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. સિબાસીસ સાહુ પ્રોફેસર ઓફ કાર્ડીયોલોજી દ્વારા તપાસ કરતા હાર્ટ અટેક જણાવેલ અને તેમની ઈમરજન્સીમાં એજીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. અત્યારે રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પરિસ્થિતિ સ્ટેબલ હોવાનું જણાયું છે.