Wednesday, April 23, 2025

વાહને હડફેટે લેતાં વૃદ્ધનુ સારવાર દરમ્યાન મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમર્પણ હોસ્પિટલથી આગળ માળીયા ફાટક નજીક વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સમર્પણ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગરમાં રહેતા કેતનભાઈ કાંતિભાઈ ચાવડાએ કોઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૦૭-૨૦૨૧ નાં રોજ અંદાજે સવારે સાડા દશક વાગ્યાના અરસામાં ફરીયાદીના દાદા આલાભાઈ ગગાભાઈ ચાવડા (ઉ.વ ૮૦) વાળા ઘરેથી ચા પાણી પીવા ગયેલ હોય ત્યારે બી ડીવી પોલીસ સ્ટેશન અને સર્મપણ હોસ્પીટલ વચ્ચે રોડ પર ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણયા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવીને ફરીયદીના દાદાજી ચાલીને જતા હોય ત્યારે હડફેટ લેતા માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW