Friday, April 25, 2025

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ગોકુલ હોસ્પિટલના સહિયોગથી મોરબી ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ૩૦/૦૭/૨૦૧૧ ના રોજ થી સેવા કાર્યો અર્થે શરૂ થયેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી પોતાના સેવા કાર્યમાં ૧૩ વર્ષ પૂર્ણ કરેલ છે. આ ૧૩ વર્ષમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી એ સામાજિક ક્ષેત્રે ૮ (આંઠ) સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન થકી ૨૫૧ ગરીબ કન્યાઓના લગ્ન કરાવી આપેલ છે, પોલિયો બુથ સંચાલન, વૃક્ષારોપણ અને વૃક્ષદાન કાર્યો સાથે ચેરીટી શો યોજેલ. આરોગ્ય ક્ષેત્રે ૫ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજેલ, સ્વાઈન ફ્લુ માસ્ક વિતરણ, કોરોના કાળમાં શ્રી ભોજનાલય ખોલોની લોકોની સેવા કરેલ, શિક્ષણ ક્ષેત્રે બાળચિત્ર પ્રદર્શન, ચિત્ર હરીફાઈ, જનરલ નોલેજ પરીક્ષાઓ, ફ્રી નોટબુક, ફ્રી શિક્ષણ કીટ, ફ્રી ટ્યુશન વિતરણની સાથે શિક્ષણ સહાય કેન્દ્ર ચલાવી રહ્યું છે. આ સાથે હાલ ટ્રસ્ટ દ્વારા ક્લિનિક, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ પણ ચલાવવામાં આવી રહી છે. ટ્રસ્ટની ૧૩ વર્ષ પૂર્ણ થતા મોરબીની જનતાને આરોગ્ય ક્ષેત્રે સારા નિષ્ણાંત ડોક્ટર ની રાહત દરે નિદાન અને સારવાર મળી રહે તે હેતુસર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલ ના સહયોગથી નિષ્ણાંત ડોક્ટરની સારવાર મોરબીમાં રાહત ચાર્જ માં મળી રહે તે હેતુસર મોરબીમાં ટ્રસ્ટ સંચાલિત “ગોકુલ વીઝીટીંગ સેન્ટર” શરૂ કરવા જઈ રહ્યું છે જેના શુભારંભ પ્રસંગે નિષ્ણાંત ડોક્ટરોની આરોગ્ય સલાહ મળી રહે તે માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે તો આપ શ્રી આ શુભ પ્રસંગે આપની ઉપસ્થિતિ અમારા માટે વિશેષ પ્રેરણાદાય બની રહશે..

નિમંત્રક…

ડો. પરેશ પારીઆ(પ્રમુખશ્રી વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી)

ડો. પ્રકાશ મોઢા(ચેરમેનશ્રી ગોકુલ હોસ્પિટલ-રાજકોટ)

Related Articles

Total Website visit

1,502,341

TRENDING NOW