વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે એસીડ પી લેતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે રહેતા કેતનભાઈ વનજીભાઈ એરણીયા (ઉ.વ.૩૫) એ ગત તા.૦૪/૧૦/૨૧ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના આસપાસ પોતાની વાડીએ ગયેલ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર બાથરૂમ ધોવાનું એસીડ પી લેતા પ્રથમ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તા.૦૫-૧૦-૨૧ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.