વાંકાનેર: કોરોના મહામારીમાં પરિવારના તમામ સભ્યો સંક્રમિત હોય અને પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય તેવા વાંકાનેર શહેરમાં રહેતા પરિવારો માટે એસ.એમ.પી ગ્રુપ વાંકાનેર વિનામુલ્યે સાંજનું ઘર જેવું જ ભોજન ફ્રી હોમ ડિલીવરી કરી આપશે.
જેમાં ભોજન નોંધવા માટે વોટ્સપ ઉપર વ્યક્તિની સંખ્યાં અને સરનામું સવારે 10 થી 01 સુધીમાં નોંધાવવા અને વોટ્સેપની સુવિધા ન હોય તો એસ.એમ.પી-વાંકાનેર ગ્રુપના સ્થાપક સૈયદ મોઈન પીરઝાદા મો.99792 86768 તથા ડંડીયા મુનાફભાઈ મો.96380 04847પર સંપર્ક કરી વિનામૂલ્યે જમવાનું મેળવી શકશો. તેમ યાદીમાં જણાવાયું હતું.