બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને વાંકાનેર હાઇવે ઉપર ચાની હોટલ તેમજ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા ગભરુભાઈ ૨તાભાઈ સામળે આરોપી સાદુલભાઇ મેરાભાઇ લોહ, હીરાભાઇ કરણાભાઇ લોહ, પોલાભાઇ લાખાભાઇ લોહ અને રામાભાઇ ભીમશીભાઇ લોહ રહે.તમામ જાલીડા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ગભરુભાઈએ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે જે તેઓને ત્રણ આઇસર ટ્રક છે જે આજુબાજુના કારખાનામાં ચલાવી રહ્યા છે અને આરોપીઓ પાસે પણ આઇસર ટ્રક હોય ટ્રકના ફેરા બાબતનો ખાર રાખી ચારેય શખ્સ સ્વીફ્ટ કારમાં ફરિયાદીની હોટલ આવી હવે પછી તમારી ટ્રક કારખાનામાં ચલાવતા નહીં કહી પાઇપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા અંગે ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.