વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (ઉ.વ.૪૮ ) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૩૧-ટી-૪૫૫૩ ના ચાલક તથા ડમ્પર ટ્રક રજીસ્ટર નંબર જીજે -૧૨-એટી-૯૬૭૦ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટ્રક રજીસ્ટ્રેશન નંબરઃ-જી.જે.૩૧-ટી-૪૫૫૩ ના ચાલકએ તેનો ટ્રક વાંકાનેર મોરબી નૈશનલ હાઇવે રોડ પર ની બંધુનગર કલબ હાઉસ હોટલ ની સામે આવેલ કટ થી મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં ફરીયાદીની સામે થી ચલાવી આવતા રસ્તો બંધ થઇ જવાના કારણે દીનેશભાઇ લવજીભાઇ વોરા સહીત સવાર ફરીયાદીએ પોતાના હવાલાનું હોન્ડા સાઇન મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરઃ- જી.જે.૦૩-સી.જી.૭૭૮૪ નું તેમજ રસ્તે ચાલતા અન્ય સાહેદ વાહન ચાલકોએ પોતાના વાહનો બ્રેક કરી ધીમા કરતા પાછળ થી આરોપી નંબરડમ્પર ટ્રક રજીસ્ટ્રેશન નંબરઃ- જી.જે.૧૨-એ.ટી.-૯૬૭૦ ના ચાલકએ પોતાના હવાલાનો ટ્રક પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી આવી હોન્ડા સાઇન મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરઃ-જી.જે.૦૩-સી.જી.૭૭૮૪ ઉપર સવાર ફરીયાદી તથા દિનેશભાઇને મોટરસાયકલ સહિત તથા આગળ કારને ઠોકર મારી પછાડી દેતા ફરીયાદને ઈજાઓ પહોંચી હતી તથા સાહેદ દિનેશભાઇ લવજીભાઈ વોરાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી બંને ટ્રક ચાલક નાસી જતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.