વાંકાનેર: વાંકાનેરનાં સરતાનપર સીમ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોરીની શંકાએ ૫ શખ્સોએ અજાણ્યા પુરૂષને માર મારતાં મોત નિપજ્યું હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સીમ ફલાય સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યો પુરુષ (ઉ.૨૫ થી ૩૫ આશરે)એ ગઈકાલે તા.૯ ના રાત્રીના ૨ થી ૩ વાગ્યાના અરસામાં આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દીકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડું ખેચતા માતા-પુત્રી જાગી ગયા હતા અને બંનેએ દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાન, કપિલકુમાર વીરપાલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, અસલમ જાબુદીન મલીક (રહે તમામ ઉતરપ્રદેશ),મહેન્દ્રસિંહ ઘરનાસિંહ(મુળ.રાજસ્થાન) એ અજાણ્યા પુરુષને પકડી લાકડી વડે માર મારી માથું પકડી પછાડી ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજનીશભાઈ હસમુખભાઈ કોઠીયાએ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.