વાંકાનેર સબ ડ્રિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે કોરોના વોર્ડ ગ્રાન્ટ તથા સ્ટાફ સાથે ચાલુ કરવા ભારતીય જનતા પાર્ટી વાંકાનેર તાલુકાના કાર્યકારી પ્રમુખ યુવરાજ કેશરીદેવ સિંહજી દ્વારા મોરબી ડી.ડી.ઓને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, વાંકાનેર ખાતેની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ ઉભી કરવાની તાત્કાલિક જરૂર છે. જેમાં બેઝીક સુવિધાઓનો અભાવ છે. જેમાં હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર તથા ચાર નસીંગ સ્ટાફની કોરોના વોર્ડમાં તાત્કાલીક નિમણુંક કરવા, તેમજ બાથરૂમ-ટોયલેટ ઉભરાય છે. તથા પાણીના નિકાલ નથી તેની વ્યવસ્થા કરવા, બારી બારણાનું સમારકામ કરવું, મચ્છર જાળી જરૂરી, વોર્ડમાં A.C. ની સુવિધા ઉભી કરવી, ડેઈલી એક પેશન્ટ માટે રૂ.૨૦૦ નો અંદાજીત ખર્ચ (જમવા તથા નાસ્તા) વિશે કોરોના વોર્ડ માટે તાત્કાલિક ગ્રાન્ટની ફાળવણી કરવા રજુઆત કરાઇ છે.