વાંકાનેર: વધતાં જતા કોરોના સંક્રમણને અટકાવવા અનેક સંસ્થા અને આગવાનો આગળ આવી સાવચેતી રાખવા લોકોને અપિલ કરી વિનામુલ્યે માસ્ક વિતરણ કરી રહ્યા છે. ત્યારે ઘણા લોકો કોરોના મહામારીમાં હજુ લાપરવાહી રાખીને જાહેર માર્ગો પર ફરતાં હોય તેમને દંડ ફટકારવાને બદલે માસ્ક વિતરણ કરીને માસ્ક પહેરવા વાંકાનેર પોલીસે અપીલ કરી હતી.

વાંકાનેર શહેર પી.આઇ એચ.એમ.રાઠોડની ઉપસ્થિતિમાં વાંકાનેર શહેર પોલીસ ટીમે વાહનચાલકોને માસ્ક વિતરણ કર્યા હતા. તેમજ માસ્ક પહેરવા અપીલ કરી હતી. જ્યારે વાંકાનેર માર્કેટ ચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પીઆઈ એચ.એમ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ હીરાભાઈ મજેઠીયા અજીતસિંહ તથા પોલીસ ટીમોએ લોકોને માસ્ક વિતરણ કર્યા હતા. જ્યારે વાંકાનેર શહેર પોલીસે માર્કેટ ચોક નજીક માસ્ક વિતરણ કર્યા હતા. માર્કેટ ચોક પાસેથી પસાર થતા વાહનચાલકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા હૃદયસ્પર્શી અપીલ પણ કરી હતી.