વાંકાનેર: નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના કરતા વી.બી.જાડેજા તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાધેલા, તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલન નાની માલ વાહક ગાડીમાં લીલાઘાસની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરી વઘાસીયા ટોલનાકા તરફ આવનાર છે.

તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકીકત આધારે વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૮૭૬- કી.રૂ ૧,૩૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા નંબર વગરની ગાડી કી.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૪૩,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી ઇમરાન ઉર્ફે ભાઇજાન સાઓ રજાકભાઇ મેમણ (ઉ.વ. ૩૨ રહે. ચોટીલા, ઘાંચીવાડ શેરી નં-૫, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)મળી આવતા જેના વિરૂધ્ધ વાંનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ મોરબી એલ.સી.બી.એ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. મોરબી તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા તથા P વિક્રમભાઇ કુંગસીયા,નિર્મળસિંહ જાડેજા, બ્રિજેશ કાસુન્દ્રા વિગેરે નાઓ દ્વારા કરેલ છે.