મોરબી: વાંકાનેર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે વાંકાનેર ખાતે મેડિકલ કેમ્પમાં દશ ડોકટર ટિમ દ્વારા તમામ રોગોનું નિદાન, આયુશમાન કાર્ડ કાઢી આપવા, વેકસીનેશન કેમ્પ, રક્તદાન કેમ્પ, આર.ટી.પી.સી.આર.ટેસ્ટ વગેરે માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સ્વયંસેવક તરીકે અશોકભાઈ સતાસિયા અધ્યક્ષ હસુભાઈ મકવાણા, હસુભાઈ પરમાર, ધ્રુવગીરી ગોસાઈ, અલ્પેશભાઈ દેસાણી, જીતુભાઈ વાટકીયા, અપર્નાથીભાઈ,ઉત્સવભાઈ અરવિંદભાઈ પટેલ, અમૃતભાઈ દેસાઈ વગેરે શિક્ષકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના અધ્યક્ષ તેમજ કારોબારી સદસ્યઓએ વાંકાનેર ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં સેવા અર્થે જોડાઈને સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, ધર્મેન્દ્રસિંહજી ઝાલા પ્રમુખ તાલુકા પંચાયત વાંકાનેર તેમજ આયોજકોએ શિક્ષકોના સેવાકાર્યને બિરદાવ્યું હતું.