વાંકાનેર: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વાંકાનેર માર્કેટીંગ યાર્ડનું તમામ કામકાજ આગામી તા. ૨૧ને શુક્રવાર સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. અને બાદમાં નવી જાહેરાત કરાશે. જેની યાર્ડ સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, દલાલો, વેપારીઓ અને મજુરોએ નોંધ લેવા વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યું છે.