વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક કારના ચાલકે કુતરું આડું ઉતરતા કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલ મહિલા સહિતનાને ઈજા થઇ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
રાજકોટના કોઠારિયા કોલોનીમાં રહેતા હરૂભા જામસિંહ જાડેજાએ પોતાની અલ્ટો કાર GJ03-KP-5271 પુર ઝડપે ચલાવીને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે કુતરું આડું ઉતરતા કાઉ મારતા રોડની સાઈડમાં પડેલ આઈસર જીજે ૩૬ વી ૨૪૯૮ ની પાછળકાર ભટકાઈ જતા કારમાં સવાર હુલાસબા જાડેજાને ડાબા હાથે ફેકચર જેવી ઈજા પહોચી હતી તો સાહેદ ચેતનાબાને જડબામાં ફેકચર જેવી ઈજાઓ તથા કપાળમાં અને આંખ પાસે ઈજા પહોચી હતી. આ અંગે હુલાસબાએ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.