વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી નજીક રીક્ષામાં ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં તે દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક આરોપી અફઝલભાઈ ઈકબાલભાઈ પીપરવાડીયા (ઉ.વ.૨૩.રહે. સદર બજાર ફુલછાબ ભીલવાળા રાજકોટ)એ પોતાના હવાલાવાળી સીએનજી રીક્ષા નં-. GJ-03-BT-5131(કીં.રૂ. ૪૦,૦૦૦)માં વેચાણ કરવાના ઈરાદાથી રાખી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂની બોટલ નંગ-૭૨ (કીં.રૂ.૨૭,૦૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૬૭૦૦૦ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.