મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી જિલ્લાના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ રહે.નહેરો કી નાડી તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળો હાલે રાજસ્થાન ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ બનાવી રાજસ્થાન ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા પ્રોહીબિશનના ગુન્હામા નાસતો ફરતો આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગને તેના રહેણાંક મકાન ખાતેથી મળી આવતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ઓફીસે લાવી બી.એન.એન. એસ. કલમ ૩૫(૨) જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.