વાંકાનેર પીઆઇ પર વ્યાજખોરોને છાવરતા હોવાના આક્ષેપ, ગૃહ મંત્રીને અરજી કરાય.
વાંકાનેર પીઆઇ વ્યાજખોરોને છાવરતા હોય તેવા આક્ષેપ કરતી અરજી ગૃહ મંત્રીને લખવામાં આવી છે. જેમાં વાંકાનેર પીઆઇ કે.એમ. છાસિયા વ્યાજખોરોને છાવરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ઉપરાંત અરજીમાં પીઆઇ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ગૃહમંત્રીને કરાયેલ અરજી ઇલ્લુદીન બાદીએ અરજીમાં જણાવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે તેને અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા અને તલાટી કમ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન ઉપર ૩૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને ૧૮ માસ સુધી નિયમીત વ્યાજ આપ્યું હતું. અને બાદમાં વ્યાજ નહી ચુક્વી શક્તા તેની જમીન લખાવી લેવામાં આવી હતી જેની મોરબીના એસપીને અરજી કરી હતી અને બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ. છાસિયાને અરજી આપી હતી જો કે, ત્યારે એફઆઇઆર દાખલ કરવામાં આવી ન્ 1 રૂબરૂ મળીને હતી અને પીઆઇએ અપશબ્દો કહ્યા હતા જેથી પહેલા એસપી અને બાદમાં રાજકોટ રેન્જના આઇજીને મળીને ફરિયાદ લેવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે, વાંકાનેરના સિટી પીઆઇ દ્વારા ફરિયાદીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને “મારૂં કોઇ કાંઇ બગાડી નહી શકે” તેમ કહેવામાં આવ્યું હતું જેથી કરીને પીઆઇ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે