વાંકાનેર નેશનલ હાઇવે પાસે લખધિરપુર રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું.
વાંકાનેર નેશનલ હાઇવે નજીક લખધીરપુર રોડ નજીક આવેલ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.ત્યારે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું મળી આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લગધીરપુરની ડાબી બાજુ સ્પાની આડમાં ચાલતું કુટણખાનામા આરોપી વિરલભાઈ સુનિલભાઈ પીત્રોડા (ઉ.વ.૨૫) મુળ. ધાંગધ્રા ના વતની હાલ રહે મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસીંગ બોર્ડ તા. જી. મોરબી વાળા શરીર સુખ માણનાર ગ્રાહક તથા ગુડીયા રાજુ મિશ્રા મુળ વતની મહારાષ્ટ્ર અને હાલ રહે. ફેમીલી સ્પા પ્રાઈવેટ લિમિટેડ લગધીરપુર રોડ પાસે મોરબી વાળાએ પોતાના કબજા ભોગવટા વાળા હેલો કીટી ફેમેલી સ્પા પ્રાઇવેટ લીમીટેડમાં બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવી રોકડ રૂ.૩૩૫૦/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૧૧૦૦૦/- તથા પ્રોટેક્શન ના પેકેટો કિ.રૂ. મળી કુલ રૂ.૧૪૩૫૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(એ)(ડી),૬(૧)(બી) મુજબ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.